🌹ગોરસ
તને બહુ
વા'લું છે ને કાન !
મારી મન મટુકી
પણ ગોરસથી ભરેલી છે..
થોડીક અભાવોની ખટાશ છે,
પણ હા...
સાથે શ્રદ્ધાની થોડી
મીઠાશ પણ છે
આ મટુકી લઈને
ધીરે... ધીરે...
એ આશમાં ચાલી રહી છું,
કે ક્યારેક તો
તારી કૃપા દૃષ્ટિ થશે
મુજપર,
અને
મારી આ મટુકી તારા
હાથે ફૂટશે,
ખટાશ બધ્ધી વહી જશે,
ને રહી જશે બસ...
મીઠાશ જ મીઠાશ !! 🦋