Gujarati Quote in Good Morning by Tr Mrs Snehal Rajan Jani

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હીરા, માણેક, મોતી, નીલમ, પન્ના - આમાંનું એક પણ રત્ન નથી મારી પાસે. મારી પાસે છે રત્નોથી પણ કિંમતી એવા મારા મિત્રો. સમય આવ્યે કદાચ ઉપરનાં રત્નો કામ ન પણ આવે પરંતુ મિત્રરૂપી રત્નો હંમેશા આપણી પડખે ઊભા હોય છે. આપણી મુસીબત વખતે જ્યારે આપણાં સગાં મદદ માટે આમંત્રણની રાહ જોતાં હોય છે ત્યારે આ મિત્રોરૂપી રત્નો સીધા સામે આવીને ઊભા રહી જાય છે અને કહે છે,"ચિંતા શું કામ કરે છે? હું છું ને!"
બીજું રત્ન મારી પાસે છે - મારા જીવનસાથી, જે ડગલે ને પગલે હંમેશા મારી સાથે હોય છે. મારા દરેક કામમાં હંમેશા સાથ સહકાર આપે છે. દુનિયાની બધી ધન દોલત મારા આ રત્ન આગળ ફિકી છે.
હજી પણ એક રત્ન છે મારી પાસે - મારા ભગવાન. જેણે હંમેશા મને મુસીબતનાં સમયે અંત: પ્રેરણા આપી મને સાચો માર્ગ બતાવ્યો. ક્યારેય મને ખોટા રસ્તે જવા નથી દીધી, હંમેશા કોઈક રીતે મને અટકાવી છે. ક્યારેય મારા ધ્યાન બહાર પણ કંઈ ખોટું નથી કરવા દીધું.
હું તો સૌથી શ્રીમંત છું આ બધાં રત્નો મેળવીને.🙏
#રત્ન

Gujarati Good Morning by Tr Mrs Snehal Rajan Jani : 111533675
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now