એક બીજ તો સાચવીને જુઓ,
લાગણીના ફૂલો જરૂર ખીલશે ક્યારામાં,
તરસ તો હવે છિપતી નથી,
પાણી ગ્લાસમાં હોય કે નદીમાં કે ધારામાં.
દરિયો છું ડૂબી તો જો,
ઘણા રત્નો મળશે તને ઊંડે અંધારામાં.
દેવી છે એટલી ખુશી તને કે,
ના કોઈ ફરક રહે મારામાં કે તારામાં.
- તેજસ
#રત્ન