"તારક મહેતા કા ઊલટા ચશ્માં" જે સિરિયલ હાલ ટીવી ઉપર ઘણી છવાઇ ગઇ છે તે આજથી લગભગ દશ થી બાર વરસથી સળંગ ટીવી ઉપર આવતી હોયછે આ સિરિયલ નાના મોટા સૈ કોઇ સાથે બેસીને જુએ છે આ એક કોમેડી સિરિયલ છે માટે સિરિયલના દરેક પાત્રો પોતપોતાની રીતે રમુજી કરતા હોયછે પહેલુ પાત્ર એટલેકે ચંપકલાલ પછી જેઠાલાલ તેમજ તેમની પત્ની દયા ત્યાર બાદ ટપુ, પોપટલાલ, બબીતા, હાથીભાઇ, જેવા અનેક પાત્રો આ સિરિયલમાં સારુ કામ કરી રહ્યા છે તેમાં સૈથી મોટી ઉમરના કાકા એટલે કે નટુકાકા જે જેઠાલાલની ઇલેક્ટ્રોનીક દુકાનમાં કામ કરેછે જેમાં ટીવી, ફ્રીઝ, ઘરઘંટી, વોશિંગ મશીન એસી જેવી ઇલેક્ટ્રીક ચીજોનું વેચાણ થાયછે તેમની સાથે બાઘો પણ દુકાનમાં તેમને સારો એવો સપોર્ટ કરી રહ્યો છે આપણે અત્યારે આ નટુકાકાની વાત કરી રહ્યા છે
નટુકાકા વરસો પહેલા હિન્દી ફિલ્મોમાં બાળકલાકાર તરીકે કામ કરતા હતા ત્યાર પછી મોટી ઉમરે તેમને ઘણી બધી હિન્દી ફિલ્મોમાં કામ કરેલછે જેમ કે કચ્ચે ધાગે, ઘાતક,લજ્જા, તેરે નામ, બરબાદ, તિરંગા, ચાઇના ગેટ વગેરેમાં તેમને નાના મોટા રોલ કર્યા છે હાલ તે મુંબઇના મલાડ વિસ્તારમાં 2BHK વાળા મકાનમાં તેમના પરિવાર સાથે રહેછે તેમના પરિવારમાં પત્ની બે દિકરી ને એક દિકરોછે દિકરો બીજા મકાનમાં રહેછે જયારે બે દિકરી તેમની સાથે રહેછે તેમને પહેલા એક કાર પણ ખરીદી હતી પણ આ ઉંમરે તેમને ડ્રાઇવીંગ ના ફાવતા પછી તે કાર તેમને વેચી દીધી હતી ને હાલ તેમને ઓટો રિક્ષામાં જ અવર જવર કરવાનું ફાવે છે. તેમની પહેલી ગુજરાતી ફિલ્મ "હસ્તમેળાપ" હતી જે 1968 માં આવી હતી ત્યારે હું આઠ વરસનો હતો તેમને પહેલા જમાનામાં ઘણો સંઘર્ષ કરવો પડયો હતો ત્રણ રૂપીયામાં તેઓ ચોવીસ કલાક કામ કરતા હતા બનવુ હતું તેમને એકટર પણ બની ગયા એક સફળ કોમેડિયન
એક સમય એવો હતો કે તેમની પાસે બાળકોની સ્કુલ ફી ભરવાના પણ પૈસા ના હતા ત્યારે તેઓ પડોશીઓ પાસે ઉછીના માંગીને પોતાના બાળકોને ભણાવતા હતા હાલ તેઓ પંચાવન વરસથી આ ફિલ્મ લાઈનમાં કામ કરી રહ્યા છે આજ તેમની ઉમર એંસી વરસની આસપાસછે તેમની ગુજરાતી ફિલ્મો પણ લગભગ બસો જેટલીછે ને હિન્દી ફિલ્મ ને ટીવી સિરિયલો મળીને કુલ ત્રણસો પચાસ જેવી થાયછે ને હાલ પણ તે વગર થાકે કોઇ તકલીફે આજ પણ તેઓ કામ કરી રહ્યા છે આવા છે તારક મહેતા કા ઊલટા ચશ્માંના (નટુકાકા.)
ફરી આપણે જાણીશુ કોઇ બીજા જ કલાકાર વિશે...🙏