નિરુત્તર
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"આરવ...ચાલ, મોબાઇલ લઇને બેસી જા તો..."
સવારના નવ વાગ્યાના ઑનલાઇન વર્ગનો સમય થઇ ચૂક્યો હતો તેથી પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશેલા ધમાલખોર દીકરાને તેની મમ્મી રશ્મિએ ઘરમાં બોલાવ્યો.
હાથમાં આવેલો મોબાઈલ માંડ પાછો આપે એ આરવે ઘરમાં આવીને હાથમાં પકડેલું તેનાં જેવું નાનકડું બેટ ઘડામ દઈને પછાડ્યું ને કહ્યું -
"મારે મોબાઇલ નથી જોઇતો."
"કેમ ?"
"ટીચર તો એમાં ભણાવ્યા જ કરે છે!"
આરવની મમ્મી તેને જોઈ જ રહી...
###
રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ.