નાતાલના તહેવારે ઈસુ યાદ તમારી.
કુરબાનીના વ્યવહારે ઈસુ યાદ તમારી
.
પ્રેમસંદેશ જેણે આપ્યો છે જગતને,
સત્યના સદા આચારે ઈસુ યાદ તમારી.
સહીને વિટંબણાઓ હજાર જીવ્યા,
મુખે ક્ષમાના ઉચ્ચારે ઈસુ યાદ તમારી.
જડાયા ખીલાઓ દેહમોઝાર કેટલા!
વહેતી રક્ત તણી ધારે ઈસુ યાદ તમારી.
સહિષ્ણુતાની મૂરતિ સમા રહ્યા આપને,
વધસ્થંભે ક્રોસ આકારે ઈસુ યાદ તમારી.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#ઈસુ