રોજબરોજ સરકતી જાય જિંદગી.
તોય જાણે કે મરકતી જાય જિંદગી.
સેકન્ડ, મિનિટ,કલાકને દિવસરાતમાં,
પળેપળે રખે ઓસરતી જાય જિંદગી.
આંખના પલકારે વર્ષો જાય વીતતાં,
યૌવનથી જરા આપતી જાય જિંદગી.
કદી ન ગમતું કે વધે છે ઉંમર આપણી,
દિવસોને કેવી ઘટાડતી જાય જિંદગી.
સત્કર્મો કરી શણગારો તમે બચેલીને,
કૃશદેહને શ્વેતવાળે કે'તી જાય જિંદગી.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.