Dt. 5.8.20 બુધવાર
*આજ નો મંત્ર*
પૂ. ગુરુદેવ રામશર્મા આચાર્યજી, પૂ. પાંડુરંગ આઠવલેજી, પૂ. પ્રમુખ સ્વામી, પૂ. મોટા વિગેરે વંદનીય ગુરુજનો એ જીવન જીવવા ની જડીબુટ્ટી માટે માતા - પિતા - કુટુંબ - સમાજ ને બાળ સંસ્કાર દ્વારા ઉચ્ચ સામાજીક માળખુ બને, દેશ ને શ્રેષ્ઠ નાગરિક મળે તે માટે માર્ગદર્શન આપ્યુ છે.
બાળક ક્યારેય જન્મ જાત મહાપુરુષ કે બદમાશ નથી હોતુ. તેની બુદ્ધિ સર્જનાત્મક અને તુરત અનુગ્રહણ કરવા ની હોય છે. તેથી તેનામાં નાનપણ થી સંસ્કાર ના બીજ રોપવા માં આવે તો તેની છાપ જીવન પર્યંત તેના માનસ પટ પર રહે છે. માટેજ બાળકો માં શારીરિક, માનસિક, શૈક્ષણિક વિકાસ ની જેમ ચારિત્રિક વિકાસ ને મહત્વ આપવુ જોઈએ.
1.બાળકો હસતા, રમતા, આનંદિત જોઈએ.
2.બાળકો ને ભય - ડર બતાવા ની જગ્યા એ સાહસિક બનાવો.
3.વહેંચી ને ખાવા ની આદત પાડવા થી સ્વાર્થી નથી બનતા.
4.પશુ - પક્ષી - જરૂરિયાત વાળી વ્યક્તિ માટે તેના હાથે સેવા કરાવો. સેવા ભાવ વિકસિત થશે.
5.આત્મવિશ્વાસ વિક્સિત થાય તેના માટે દરેક પોતાના કામ જાતે કરવા ની આદત, નેતૃત્વ, આત્મનિર્ભરતા ના ગુણ વિક્સિત કરાવો.
6.વડીલો ને સન્માન આપવા ની આદત પડાવો.
7.માત્ર પુસ્તકીયુ નહી, અનુભવ નું જ્ઞાન અને સમાજ લક્ષી કાર્યો નું જ્ઞાન આપો.
8.ઘર માં સારા પુસ્તકો ની લાઈબ્રેરી બનાવી વાંચન ની આદત ડેવલોપકરાવો.
*We are not in Competition with anyone, compete with yourself...beat your last performance. Always try to give your 💯 % and rest leave to God and your destiny*
જય ગુરુદેવ,
જય શ્રી કૃષ્ણ,
શુભ પ્રભાત.
🙏🏼🌹કલ્પેશ ત્રિવેદી 🌹🙏🏼