હવે તો આભેથી અમી વરસાવો રામ તમે!
મહામારી કોરોનાથી સૌને બચાવો રામ તમે!
પોકારી ગઈ છે જનતા " ત્રાહિમામ" મહામારીથી,
એને પુનઃ નવજીવન પ્રભુ અપાવો રામ તમે!
રોજરોજ કેટકેટલા બને છે ગ્રાસ એના થકી,
કોરોનાની આયુષ હવે તો ટૂંકાવો રામ તમે !
થઈ રહ્યું છે વિશાળ મંદિર અવધમાં કૃપાથી,
દરશન કરવા તમારાં જીવતા રખાવો રામ તમે !
દૈત્ય સમો એ વાયરસ કૈંકનો છે હત્યારોને,
પનારો એનાથી અમારો પ્રભુ છોડાવો રામ તમે!
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
રામ તમે