સંકટ
પરિસ્થિતિ બગાડવા કે સુધારવા માટેનો યોગ્ય સમય
આ સમયે જે તે વ્યક્તી સામે બે રસ્તા હોય છે
એક - ઉતાવળીયો નિર્ણય લઈ, સમજ્યા વિચાર્યા સીવાય,
જીવનમાં સંકટ આવવાનું સાચું કારણ જાણ્યા સીવાય, ખાલી પોતાની સેફ સાઈડ સચવાઈ રહે તે પ્રમાણેનું વર્તન કરવું
બે - ધીરજ રાખી
સંકટ આવવાનું સાચું કારણ જાણી
યોગ્ય સમય આવ્યે
સારા શબ્દો, સાચા શબ્દો અને એ પણ જે તે રીલેટેડ વ્યક્તી સાથે યોગ્ય ચર્ચા-વિચારણા કરી નિવારણ લાવવું.
પહેલો રસ્તો, કોઇપણ વ્યક્તી અપનાવી લે છે. ત્યાં ભીડ વધારે હોય છે.
બીજો રસ્તો સુમસામ હોય છે, કે પછી કોઈ એકલ-દોકલ વિરલાજ આ રસ્તા પર જોવા મળે છે.
પહેલા રસ્તા પર લોકોની ખોખલી હમદર્દી મળે છે.
બીજા રસ્તા પર, કોઈનો આજીવન અને અતૂટ સાથ મળે છે.
#સંકટ