એક વાસ્તવિકતા!
વાત એક વાસ્તવિકતા ની!
બે લાગણીઓ એક દિવસ ભેગી થઈ.
આશા અને અપેક્ષા.બંને ફરવા નીકળી.
રાત નો પહોર હતો. મસ્ત મજાની ઠંડી હવા લહેરાતી હતી. રસ્તા પર નું સૂમસામ વાતાવરણ બંને ની અધીરાઈ વધારતી રહી હતી. બંને વિચારો માં ખોવાઈ કે આજે ક્યાં વિષય પર ચર્ચા વિચારણા કરવી.
અપેક્ષા નાં મન માં એક પ્રશ્ન ઉદ્ભવ્યો. એણે આશા ને સહેજ સહજતા થી પૂછ્યું.'તારા અને મારા માં કેમ આટલો મોટો તફાવત છે?'આશા એ અધીરાઈ દાખવતાં પૂછ્યું, કયો તફાવત?
અપેક્ષાએ જવાબ આપ્યો,
અપેક્ષા:-હું કેમ માણસ નાં સપનાં ઓ ને તોડી નાખું, વિખેરી નાખું છું.ટુકડા કરી દઉં છું?અને તું?
આશા:-હું એજ ટુકડાઓ ને ભેગાં કરીને એક નવો આકાર આપુ છું,નવો મારગ આપું છું.જીવન ને નવી દિશા આપું છું.
અપેક્ષા:-હું કેમ માણસ ની આંખો માં આંસુ ને જન્મ આપું છું, કેમ હું નફરત નું બીજ વાવું છું? અને તું?
આશા:-અને હું તે જ જન્માવેલા આંસુ ઓ ને કિંમતી મોતી ની જેમ હથેળી માં સ્થાન અપાવું છું.
અપેક્ષા:- મને કેમ હમેશાં તિસ્કાર જ મળે છે, કેમ મને હૃદય માં સ્થાન નાં બદલે ધિક્કાર મળે છે? અને તને?
આશા:- મને ભવિષ્ય નાં સમગ્ર સંકલ્પો
માં આવકાર મળે છે,એક સકારાત્મક ભાવ નાં રૂપ માં સ્વાગત મળે છે.
અપેક્ષા:- કેમ માણસે તારા અને મારા માં આટલાં તફાવત ને પકડી રાખ્યો છે? જ્યારે મહત્વ તો આપણા બંને નું સરખું જ છે. એના જીવન માં.
"મારાં વગર માણસ ક્યારેય જીવી નાં શકે,
તારા વગર માણસ ક્યારેય આગળ વધી નાં શકે."
હવે ક્યારની વચ્ચે વચ્ચે પોતાનાં અભિપ્રાયો આપતી આશા આ બધાં પ્રશ્નો અને નિરાશા ને વચ્ચે અટકાવતા ખૂબ જ સરસ જવાબ આપતાં બોલી,
સાંભળ," માણસ ને ક્યારેય અતીત માં જીવવું કે આગળ વધતા અટકવું નથી ગમતું. એને કોઈ પણ ભોગે, જેમકે જીવી ને કે મરી ને, હસી ને કે રડી ને, સુખી કે દુઃખી થઈ ને બસ પોતાનાં પ્રભાવ અને વ્યક્તિત્વ નો ઇતિહાસ રચવો છે." અને તું
તેનાં આ સફર માં બાધા બને છે. માટે તારી સરખામણી દગા સાથે કરવામાં આવે છે. માટે તને તિરસ્કાર મળે છે.
જ્યારે હું માણસ નાં આજ સફર માં એક સાથી ની જેમ સાથ આપું છું અને તેનું અસ્તિત્વ સ્થાપિત કરું છું. માટે મને આવકાર અને સમ્માન મળે છે. જ્યારે માણસ ને તારું અને મારું આપણાં બંને ઉદ્દેશ્ય સમજાશે ત્યારે તેને આપ મેળે સુખ અને દુઃખ વચ્ચે નો ફરક સમજાઈ જશે. તારે નિરાશ કે હતાસ થવાની જરૂર નથી.
તું તારું કામ કર અને હું મારું.ટુંક માં, "અપેક્ષા વાદી નહિં પણ, આશા વાદી બનો."કહેવાનો મતલબ આ જ હતો. મતલબ સમજાતાં બંને નું ધ્યાન સમય પર ગયું વાતો વાતો માં ઘણું મોડું થઇ ગયું હતું. અપેક્ષા ને એના બધાં જ પ્રશ્નો નો ઉકેલ મળી ગયો. અપેક્ષા એ આશા નો આભાર માન્યો અને પછી બંને એકબીજા ને શુભ રાત્રિ કહી છૂટાં પડ્યાં.
Mamta b