તને લાગે છે કે હું કાંઈ નથી સમજતો,
તો ચાલ કાઢીએ વચ્ચેનો કોઇ રસ્તો;
તું કહે તે સાંભળું હું, હું કહું તે સાંભળ તું,
આપણો સબંધ સાંચવવા કરીએ ઘટતું;
રિસામણાં મનામણાં માં સરી નજાય સમો,
એકવાર તું પણ છોડી દે તારો અણગમો;
હું જાણું છું કે તને નથી ગમતી અમુક વસ્તુ,
ક્યારેક તો મારા અરમાનો પણ સમજ તું;
હવે તો છોડી દે તારી સેહ, શરમ અને સંકોચ,
જીવન ફરી નહીં મળે કરવા મસ્તી ને મોજ;
તું સમજે તો મોજ થી જીવીએ જીવન ના રૂપ,
થઇ જઇએ આપણે એકબીજા ને અનુરૂપ;