મારી આશાઓનું ઊગમતું સુરજ છે તું
કંઈ ખાસ છે તું
મારા શ્વાસથી ઉભરતો ઉચ્છવાસ છે તું
કંઈ ખાસ છે તું
મારી સંવેદનાઓની ઊકળતી આગ છે તું
કંઈ ખાસ છે તું
મારા હ્રદયમાં ઊગતું ગુલાબ છે તું
કંઈ ખાસ છે તું
મારા દિલમાં ઊડતું પતંગિયું છે તું
કંઈ ખાસ છે તું
મારી લાગણીઓથી ઉપજતી ઊર્જા છે તું
કંઈ ખાસ છે તું
આપણી મુલાકાતોથી ઊગેલું પુષ્પ છે તું
કંઈ ખાસ છે તું.
- કેયુર શાહ