👉🏻 "અસલી મર્દ"
આજે હમેશા હોય તેથી ઓછી ભીડ હતી ટ્રેનમાં રોશની એ ખાલી સીટ ઉપર ઓફીસ બેગ રાખી ને ખુદ બાજુમાં બેસી ગઈ. !
આખા ડબા માં રોશની સિવાય બધા મર્દ જ હતા રાતનો ટાઈમ હતો બધા પોતપોતાની સીટ ઉપર ઊંઘી રહ્યા હતા કોઈ કોઈ અર્ઘ નિદ્રા માં હતા એટલામાં અચાનક ચાર પાંચ પાવૈયા તાળીયું પાડતા પાડતા ગાડીના ડબા માં આવ્યા અને બધા મર્દ પાસેથી 5 થી 10 રૂપિયા વસૂલવા લાગ્યા કોઈએ આપી દીધા કોઈ કહેવા લાગ્યા શુ મૌશી રાતમાં પણ આવો છો હપ્તા વસૂલવા એ લોકો રોશની ની તરફ જોયા વગર આગળ નીકળી ગયા..!
એક સ્ટેશન ઉપર ગાડી થોડી વાર ઉભી રહી થોડા છોકરાઓ ડબા માં ચડ્યા ગાડી ઉપડી ગઈ..!
રોશની નું સ્ટેશન હજી એક કલાક પછી આવે તેમ હતું ચાર પાંચ છોકરા રોશની ની બાજુ માં આવીને ઊભા રહી ગયા એમાંથી એક છોકરો રોશની ને ઉપર થી નીચે સુધી લલચામણિ નજરે જોઈ અને કહ્યું મેડમ આ બેગ લઈલો આ સીટ બેસવા માટે છે સામાન રાખવા માટે નથી.બધા સાથીઓએ હસીને સાથ આપ્યો ..!
રોશની એ બેગ લઈ લીધી એક છોકરો રોશની ને અડો અડ બેસી ગયો અને રોશની ના હાથમાં તેની આંગળી ફેરવવા લાગ્યો રોશની એ સામે બેઠા હતા તેમની સામે જોયું સાયદ કોઈ મદદ કરે પણ કોઈએ રોશની નું અસ્તિત્વ ડબા માં છેજ નહીં તેમ ધ્યાનમાં નો લીઘું બધા છોકરાઓ છેડતી કરવા લાગ્યા ત્યારે રોશની ઉભી થઇ અને કહે તમારા માં બાપે તમને આવા સંસ્કાર આપ્યા છે ..?
અરે ..અરે..મેડમ તો ગરમ થઇ ગયા આવું કહીને બધા હસવા લાગ્યા અને કહે મેડમ તમારી અને અમારૂ સ્ટેશન હજી દૂર છે ત્યાં સુધી તમારું મનોરંજ કરીએ રોશનીનો હાથ પકડીને એક છોકરો બોલ્યો..!
ડબામાં બધી સીટો ઉપર જાણે કોઈ મૂર્તિ બેઠી હોય તેવું લાગી રહ્યું હતું ..!
અરે તું શું મનોરંજન કરવાનો હતો અમે કરીએ તારી સાથે મનોરંજન
અરે શબાના લે આને અને બતાવ આ હરામીને જવાની ચડી છે..!
હાય હાય આ લોકો નું મોઢું તો જુઓ સુવરોનું કોઈ કૂતરા પણ નો ચાટે શરીર માં ગરમી ચડી છે જુલી આના કપડાં ઉતાર આની બધી મસ્તી કાઢી નાખી જુલી નામનો તૃતીય પંથી જેનું શરીર ખૂબ મજબૂત હતું તે છોકરાઓ ની તરફ ગયો ત્યાં બધા છોકરા દરવાજા તરફ ભાગ્યા અને ધીમી ટ્રેનમાંથી બધા નીચે કૂદી ગયા..!
રોશની એ આંસુ ભરી આખો થી એને બચાવનાર નું અભિવાદન કર્યું અને એની નજર ડબા માં બેઠેલા મર્દ ઉપર પડી જો આંખો નીચી કરીને બધા પોતપોતાના મોબાઈલ માં વ્યસ્થ હતા..!
અને અસલી મર્દ તાળીયું પાડતા પાડતા આગળ નીકળી ગયા...!
- જય સિયારામ...! cp, fb, vasim landa ની વોલ માંથી😊