ગઝલ
સ્વર :બહોત પ્યાર કરતે હૈ તુમકો સનમ
-----------------------------------------------
કર્યો છે પ્રેમ તને, કરતો રહીશ;
જુલમ જમાનાનાં, હસતાં સહીશ;
કર્યો છે પ્રેમ તને, કરતો રહીશ;
નજરમાં છે બસ, ચહેરો જ તારો;
દિલની ધડકનમાં, વસવાટ તારો;
તારી મહેક ને હું શ્વાસમાં ભરીશ;
કર્યો છે પ્રેમ તને, કરતો રહીશ;
આંખો જોવે છે, મિલનના સમણાં;
દોડી આવ મળવા, હમણાંને હમણાં;
કરજે બહાનું, ના સાચું કહીશ;
કર્યો છે પ્રેમ તને, કરતો રહીશ;
નહીં જીવાય મારાથી, તારા વગર;
કેમ વિતશે જીંદગી, એ કોને ખબર?
મોત નક્કી છે જો, તું છોડી દઇશ;
કર્યો છે પ્રેમ તને, કરતો રહીશ;
જુલમ જમાનાના, હસતાં સહીશ;
કર્યો છે પ્રેમ તને, કરતો રહીશ;
.... ✍️ વિ.મો.સોલંકી "વિએમ"