પ્રેમ.....
જીવનના આટલા વર્ષો અને કેટલાએ અણધાર્યા પ્રસંગો, વ્યક્તિઓ, સંબંધો પછી પણ સમજી ન શકાય એવું દરેક સંબંધમાં રહેલું પરમ સત્ય એટલે પ્રેમ.
આમતો આના વિશે ઘણું વાંચ્યું, સાંભળ્યું અને અનુભવ્યું છે તોય ક્યારેક એવું થઈ આવે કે મને પ્રેમ ઓછો મળ્યો કે મારી પ્રેમ મેળવવાની ઈચ્છાઓ સમય સાથ વધી.!?
આમતો ઉંમરમાં હું ઘણો મોટો છું, જીવનમાં ઘણું જોયું છે. તોય જિદ્દી બાળક રહેવું ગમે છે અને મારા પોતાના તો એવુ એ કહી દે છે કે અમેજ તને બગાડ્યો છે. શું થાય આપણે તો આમજ જીવવાના. હું જાણું એ એમનો પ્રેમ છે અને કોઈપણ સંબંધ થી જોડાઈને ભલે એ પાત્રો સાથે રહ્યા પણ જીવનભર મારામા, મારા અસ્તિત્વમાં, મારા વિચારોમાં, મારા ઘડતરમાં એ જીવંત રહ્યા છે એમજ રહેશે.
જીવનના ઘણા તબક્કાઓમાં મે મારા પોતાનાઓ ને દુઃખી કરવામાં પણ પાછીપાની નથી કરી. તોય ખબર નઈ કયા ઋણાનું બંધનથી એ પાત્રો જીવનના દરેક તબક્કે, જીવનના દરેક ઉતાર ચડાવ પછી પણ મારી સાથે જોડાયેલા રહ્યા છે.
હું જિદ્દી છું, મને ઈગો છે, હું ક્યાંક અયોગ્ય છું છતાં પણ મને જે સાથ મળ્યો એ અવિશ્વસનીય છે. આ સાથ એટલે મારા માટે મારા પાત્રોનો પ્રેમ. આ જ છે પ્રેમ મારા માટે તો.
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...