તમે કોઈ દિવસ વિચાર કર્યો છે આ બધી સ્ત્રીઓ આટલા બધાં ઘરેણાં પહેરે છે તો પુરુષો કેમ નહીં પહેરતા હોય? મને જવાબ જડી ગયો 🤔
પુરુષના માથા પર લહેરાતા કાળા ભમ્મર વાળ જ એનું મહામૂલું ઘરેણું છે! જ્યાં સુધી એના માથે વાળરૂપી છાપરું સલામત હોય એણે કોઈ ઘરેણું પહેરવાની જરૂર જ નથી પડતી... એ એમનેમ જ સ્ત્રીઓ કરતા વધારે રૂપાળા લાગે 😅
તમે ઇમેજિન કરો ટેબલ પર કંઇક કામ કરવા માથું નમાવે અને એના થોડાક લાંબા સિલ્કી વાળ ઝૂલીને કપાળ પર થઈને છેક આંખો આગળ આવી જાય અને પછી એ પુરુષ એની પહેલી અને બીજી આંગળીઓ વડે એ લટોને કાબૂમાં લઈ પાછી એની જગ્યાએ ગોઠવવાની મથામણ કરતો હોય તો કેવો લાગે? દુનિયાભરની સ્ત્રીઓ એની આ લટોને કાબૂમાં લેવાની કુશળતા આગળ પાણી ભરે...🥰
કોઈને વાંકળીયા વાળ હોય, માથા પર જાણે ચારે બાજુ નાના નાના સાપના ઘુંચડા લટકી રહ્યા હોય...👌👌 એવો પુરુષ એક નજર જોઈને જ એ બધાથી અલગ છે એમ વર્તાઈ જાય... એવા જથ્થાબંધ વાળના સ્વામી પુરુષ સ્વર્ગમાંથી સીધા પૃથ્વી ઉપર ઉતરી આવેલા હોય છે. આવું ક્યાંક વાંચ્યું તું... એમની સુંદરતા આગળ ભલભલી સુંદરીઓ પાણી કમ ચા જેવી લાગે! 😁
ક્યાંક સાવ નાના, નાના માથામાં ઝીણા કાંટા ઊગ્યા હોય એવા વાળવાળા પુરુષો દેખાવે જ ચબરાક લાગે. હોંશિયારી એમના એક એક વાળમાંથી રીતસર ટપકતી હોય... આવા પુરુષો કોઈ પૌરાણિક કલાત્મક સ્ટેચ્યુમાંથી બહાર નીકળી આવ્યા હોય એવા રૂપાળા લાગે..🙈
ક્યાંક આગળના વાળને કપાળ ઉપર હવા ભરેલો ફુગ્ગો હોય એમ ફુલાવીને રાખવાની કળા તો ક્યાંક બંને કાન ઉપરથી સાવ ટૂંકા અને માથાના વચલા ભાગમાંથી સહેજ લાંબા વાળને ખેતરમાં ઊભો પાક લહેરાતો હોય એમ લહેરાવવાની કળા ફકત પુરુષોને જ આપી છે કુદરતે... સ્ત્રીઓ ગમે એટલી મથામણ કરી લે આ લેવલે તો નથી જ પહોંચી શકતી. 😉
અરે સાવ સદા સીધા વાળની સ્ટાઈલમાં પણ પુરુષના પૌરુષી ચહેરા પર જે અભિમાન, ગર્વ છલકાતો હોય એ, એ જ પુરુષ અનુભવી શકે જેના વાળ હવે જવા લાગ્યા છે...😒
પુરુષનું મહામૂલું ઘરેણું એટલે એના માથા પરનું છાપરું, એના વાળ... અને જ્યારે એ વાળ પુરુષની લાગણીને છિન્નભિન્ન કરીને એક એક કરીને ખરવા લાગે ત્યારે એ બિચારાના મનમાં કેટલી પીડા થતી હોય એ હું અનુભવી શકું છું... અને એટલે જ તમને તમારી આ પીડામાંથી મુક્તિ અપાવવા મેં આ પોસ્ટ લખી છે. આભાર માનવાની જરૂર નથી હું તમારી ભાવનાઓને સમજુ છું 😁
વાળ ખરવાની શરૂઆત હોય તો કેટલીક દવા અને લોશન નિયમિત લગાડવાથી ચોક્કસ ફરક પડશે, વીસ ટકા વાળ શહીદ થઈ ગયા હોય તો પણ ગભરાવાની જરૂર નથી એના માટેની સારવાર છે. લેસર કોંબ, ડર્મા રોલર વગેરેથી ઘણાના માથામાં ઊભો મોલ ફરી લહેરાવા લાગ્યો છે...
પ્રોબ્લેમ હજી આગળ વધી ગયો હોય પચાસ ટકા કે એથીય વધારે વાળ કુરબાની આપી, સોરી લઈ ચૂક્યા હોય તો પણ ગભરાવાની જરૂર નથી હેર ટ્રાન્સપ્લાન્ટનો વિકલ્પ તમારા માટે જ છે...👍👍
ટકલા થવાથી કોરોના થાય કે ન થાય એ વિચારવા જેટલા દૂર જવાની જરૂર નથી આપણે ઘરના અરીસા આગળ ઉભા રહીને પોતાની જાતને નિહાળો, જે હેન્ડસમ વ્યક્તિ ત્યાં દેખાઈ રહી છે એના ચહેરા પર દુઃખની સહેજ રેખા દેખાય તો સમજી લેજો એ વાળ ખરવાની સમસ્યાથી પીડાઈ રહ્યો છે અને એની બધી સમસ્યાઓનો ઉકેલ છે,
“પરફેક્ટ સ્કિન કેર" 💃💃💃
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏