તમારી દોસ્તી માં
____________
કદી સાચું - કદી ખોટું બોલી, વાતો ચલાવી હતી તમારી દોસ્તીમાં,
લૂંટી ને તમારૂં ખાધું હતું,પણ અમે ખૂબ ભૂખ્યા હતા તમારી દોસ્તી નાં,
ખૂબ ઝઘડ્યા હતા પણ ના રડ્યા હતા અમે તમારી દોસ્તીમાં,
રાતો ની ઉંઘ હરામ કરી,અમે ખૂબ જાગ્યા હતા તમારી દોસ્તીમાં,
સદા ખોટ પડતી હતી તમારી ગેરહાજરી ની,પણ નફો હતો તમારી દોસ્તીમાં,
ના વરસાદ હતો, ના દુષ્કાળ હતો,પણ વાતો વહેતી હતી સદા તમારી દોસ્તીમાં,
ફૂલોના બાગો માં પણ ફર્યા હતા, પણ સુગંધ હતી તમારી દોસ્તીમાં,
દરિયો તરી ને પાર કર્યો, ના ડૂબવા નો ડર હતો અમને તમારી દોસ્તીમાં,
પહાડો ને ટેકરી ઓ ખૂબ ચડ્યા હતા પણ ઘમંડ નો ભાર ન હતો તમારી દોસ્તીમાં,
નવા નવા કપડાં પહેરી ફરતાં હતા પણ નગ્નતા ની શરમ ન હતી તમારી દોસ્તીમાં,
પૂછ પરછ ખૂબ કરતા હતા અમે તમારી, તમારી દોસ્તીમાં,
પણ હ્રુદય જોઈ શકતા હતા તમારૂં અમે તમારી દોસ્તીમાં
#પૂછપરછ