"મિત્ર"
મિત્ર જે ખોબે ખોબે તમને વધાવે.. એ મિત્ર
મિત્ર જે યોગ્ય રસ્તો તમને બતાવે.. એ મિત્ર
મિત્ર ખુશામત ઓછી કરે, અને ખરું મોઢા પર કહે.. એ મિત્ર
મિત્ર તમારા માટે જે બીજા જોડે લપ માં પડે.. એ મિત્ર
મિત્ર પોતાની ખુશી બાજુ પર મૂકી તમારા દુઃખ માં સહભાગી થાય.. એ મિત્ર
મિત્ર એ કે પોતાના મોબાઈલ નો લોક તમારી પાસે ખોલાવે.. એ મિત્ર
મિત્ર જે પોતાના દુઃખ માં તમને ખુશ રાખે.. એ મિત્ર
મિત્ર એ જે ફેસબૂક કે ઈન્સ્ટાગ્રામ માં તમને ટેગ કરતી સ્ટોરી મૂકે.. એ મિત્ર
મિત્ર એ કે જે વોટ્સઅપ માં તમને સંભળાવવા માટેના કોઈ પણ સ્ટેટ્સ ના મૂકે.. એ મિત્ર
- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"