#પૂછપરછ
મનમેળ થઈ ગયો જો આપણો
તો પૂછપરછ શા માટે ?
જો હું રિસાવ અને તું મનાવ
એ પૂછપરછ શા માટે ?
ખુશ રાખીશ કે નાખુશ,
શું કરીશ મારી ખુશી માટે,
એ પૂછપરછ શા માટે ?
રહેવું છે જીવનભર સાથે,
તો પૂછપરછ શા માટે ?
બસ, જીવી લઈએ સાથે મળીને,
જિંદગી મઝાની
મૂક ને પંચાત પૂછપરછ ની.