એક રાતે મારો યમરાજ જી જોડે ભેટો થઈ ગયો. એમનું કદાવર રૂપ જોઈને મારો જીવ તો જાણે શરીર માંથી બહાર જ આવી ગયો હોય એવો આભાસ થયો અને જ્યારે ખબર પડી કે તેઓ મને લેવા જ આવ્યા છે તો બસ પછી માત્ર છેલ્લી ઘડી ના નગારાં વાગી રહ્યા હતા.
"કોઈ તો રસ્તો હશે ને યમરાજ જી?" મે આજીજી કરતા ઉપાય પૂછ્યો કે ક્યાંક બચી જઈએ તો એમ કરીને. આખરે મનુષ્ય છીએ ને. :-) અને યમરાજ જી મને પસંદ કરી ગયા હોય એમ મલકાયા.
"હા, એક રસ્તો છે. હું તને માત્ર ચાર સવાલ પૂછીશ અને એના તારે એક જ શબ્દ માં જવાબ દેવો પડશે. અને જો તું ખોટો પડ્યો તો.. સમજી લે કે.." યમરાજ જી બોનસ આપતાં હોય એમ નિયમ મૂકી દીધો.
"મને મંજૂર છે." મે કહ્યુ અને આમેય બીજો કોઈ વિકલ્પ બી તો નહોતો. અને પછી યમરાજ જી એ પશ્નો ચાલુ કર્યા.
"આ સૃષ્ટિ નું સૌથી મૂર્ખ પ્રાણી?"
"મનુષ્ય."
"આ સૃષ્ટિ નું સૌથી ચતુર પ્રાણી?"
"મનુષ્ય."
"આ સૃષ્ટિ નું સૌથી નબળું પ્રાણી?"
"મનુષ્ય."
"આ સૃષ્ટિ નું સૌથી તાકાતવર પ્રાણી?"
"મનુષ્ય."
મારા જવાબો સાંભળી ને જાણે યમરાજ જી મારા પર હમણાં જ તૂટી પડશે એવો એમનો ચહેરો થઈ ગયો.
"હું નથી માનતો, છોકરા." યમરાજ જી ગુસ્સે થયા.
"તો એક કામ કરો માત્ર 24 કલાક આ દુનિયા માં મનુષ્ય બની ને રહો ને પછી જો તમારી ઈચ્છા હોય તો મને ઉઠાઈ જજો."
બસ પછી તો યમરાજ જી ગયા તો ખરા પણ હજી આયા નથી. 24 કલાક ના 24 મહિના થઇ ગયા છે.
🙏
#પૂછપરછ