ખોવાયો છે આજ મિત્ર મારો,
મળે તો મારું કહેણ કહેજો!
સુનો પડ્યો છે તારો સુદામા,
કોઇ કૃષ્ણને જઈને કહેજો!
બ્રાહ્મણ છું મિત્રતાની ભીખ ન માંગીશ,
પણ આ મિત્ર પાસે તું માંગી તો જો!?
જાણું હદયના કોઇ ખૂણે હું છું,
ફરી એકવાર યાદ કરી તો જો!
ભરી મહેફીલોમાં પણ તું એકલો,
પાછો મારો સથવારો લઈતો જો!
આજ આવીને ઊભો છું તારા દ્વારે,
તું અંદર મને બોલાવી ને તો જો!
ન દઈ શકીશ તને હું કંઈ જ ભેટમાં,
પણ એકવાર આવી મને ભેટી તો જો!
ભલે ગરીબ બ્રાહ્મણ છું પણ,
મારા દિલની અમીરી જોઈતો જો!
કરું તારા પર બધું જ ન્યોછાવર,
એકવાર મને મળી તો જો!
આ સોનાની દ્વારકાના રાજાને પૂછું,
જોયો મારો સખા? ખોવાયો અહીં જ જો!
મળેતો મારું કહેણ કહેજો એટલું એને,
તને સુદામા એ સાદ અને સાથ દીધો જો!
-કુંજદીપ