Happy Friendship Day 💐 💐 💐
ફરીથી હું જીવવાનું બહાનું શોધું છું;
મિત્ર તારી સાથે રહેવાનું બહાનું શોધું છું;
સુખ દુઃખ વહેંચી લેતાં હસતાં રમતાં
એ ભોળપણ માં જવાનું બહાનું શોધું છું
ગરકાવ થઈ ગયા જવાબદારીઓમાં,
એમાંથી નિકળવાનું બહાનું શોધું છું;
ક્યારેક યાદ કરતાં જ આવતા સમક્ષ,
હવે વાત કરવાનું પણ બહાનું શોધું છું;
નથી સમય તારી પાસે કે મારી પાસે,
એ સમય ને રોકવાનું બહાનું શોધું છું;
આવશે ચોક્કસ મળવા અંત સમયે,
એ મિત્ર તને મળવા, મરવાનું બહાનું શોધું છું;