"ઝાકળ કહું કે ધુમસ બને તું"
(૧) ઝાકળ ભીની સવાર ધૂમસ માં રંગીન હોય છે, એ ક્યાં પ્રવાહ છોડે છે, એ તો તારા ભેજ રૂપી બિંદુ હોય છે.
(૨) ઝાકળમાં બહાર નીકળવાનું એક બહાનું હોય છે. કારણ તો તને ઝાકળ ભીનો જોવાનું હોય છે.
(૩) ઠંડી માં જ્યારે વાયરો તેની શીતળતા છોડે ત્યારે તું ભેજ બની ઝાકળમાં ભળી જાય છે.
(૪) "સ્વયમભુ" કહે આ ઝાકળ માં ભેજ છે, માટે તું ધુમસ ના ઉપનામ થી ઓળખાય છે.
(૫) પરસ્પર વિટળાયેલા આ મોસમ ના રંગ ને તું તો જો, એને ઝાકળ ની ચાદર કેવી સોળ છે. મારા માટે તો ઝાકળ કહું કે ધુમસ બને તું છો..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"