હાથ જોડી વિનંતી કરુ મા, ભારતી સુવા દે તારાં હૈયામાં.
પ્રાણ મારા તુજ ભોમના, માવડી ભળવા દે પ્રેમની શૈયામાં.
કુરબાન થવાના કોડ અમને, અમે પાછા પગલા નવ ભરીએ.
મરદ,ભડવીર, સંતાન છીએ, મા તારા અડગ ઊભા રહીએ.
માવડી તારા એક ખમકારે, અંબર પર લહેરાવુ કાળજુ.
તુજ ખોળે વીરગતી પામી, જીવતી રાખુ તારી આબરુ.
મારાં નામ નો ચૂડી ચાંદલો કરી, સંગ આવી મા ધરાની દિકરી.
એનો સુહાગ અમર બનાવી, વીર વિધવાનું સન્માન પામી.
માડી ગર્વ કરજો, મે તારા ધાવણની લાજ રાખી ભારતમાં.
મારી બેનીને કેજો, રડે નહી ભાઈ અમર થયો ઈતિહાસમાં.
ભારત માતાની રક્ષા કાજે, આવા અમર થયા ઘણાં દિવડા.
દેશને લુંટી શ્રધ્ધાંજલી આપી, બાળશો નહી અમારા જીવડા.
હે પ્રભુ...! જો આપે જનમ તો, ફરી આપજે ભારત દેશમાં.
ફરી સૈનિક બની રક્ષા કરીશ, ફરી અમર થવુ છે જોશમાં.
✍️હેત ✍️