પોલાદી પથ્થરોમાં ઝરણું ફૂટે,
થીજેલી સ્પંદનોમાં હરણું ફૂટે.
આંખોમાં વિસ્મયનું આભ ફૂટે,
ને લીલુંછમ એમાં કોઈ સમણું ફૂટે.
લાવ હાથ તારો લકીરો વાંચી દઉં,
રખે એમાં કંઈ ખણખણતું ફૂટે.
વેદના પાનખરે એ આશે ઝીરવી,
કુણી કુંપળે વસંતનું વહાણું ફૂટે.
મૌનના આક્રોશનો વિસ્ફોટ છે આનો,
નહિં તો ભલા કાંઈ આંખોમાં સરવાણું ફૂટે.
હેત