"તારો સાથ"
લાવ હાથમાં તારો હાથ, માંગુ છું, હું તારો સાથ.
ઘૂટવું છે નામ તારું મારા હાથ માં, બને કે એ તારું ઉપનામ હોય મારી ગઝલ માં,
હું લખું ગઝલ તારો સાથ મળે તો બને ઉપવન,
એક સહિયારો સાથ મળે તારો, તો એક પુરૂષાર્થ થાય તારો મારો,
ગઝલ બની છપાવું છે મારે, ને "સ્વયમભુ"માટે લખાવું છે મારે, ગમે છે તારો સાથ માટે ઉપવન બની ખીલવું છે મારે,
- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"