તરત મળે ને જે ,પૈસામાંથી એ વસ્તુઓ,
વસ્તુમાંથી પૈસા બનતા તો વાર લાગે છે.
તરત મળે ને જે, ખોટું કરીને મોટુ,
બાકી નાને થી મોટું બનતા તો વાર લાગે છે.
તરત મળે ને જે,ફેશન માંથી એ વ્યસન,
વ્યસન માંથી તો મનુષ્ય બનતા વાર લાગે છે.
તરત મળે ને જે,સજ્જન માંથી દુજઁન
દુજઁન માંથી સ્વજન બનતા તો વાર લાગે છે.
તરત મળે ને જે,ભક્તિ માંથી શક્તિ,
શક્તિ માંથી એ મુક્તિ બનતા તો વાર લાગે છે.
#Instant #