¤ ત્વરિત ¤
વિચાર્યા વગરનું ત્વરિત ભરેલું પગલું મોટે ભાગે
નુકશાન કારક જ હોય છે, નાના માણસનું ભરેલું નાનું પગલું નાનું નુકશાન પહોંચાડે છે અને મોટા માણસનું
ત્વરિત ભરેલું મોટું પગલું મોટું નુકશાન પહોંચાડે છે,
દેશી ભાષામાં કહીએ તો પાપડ ભેગી ઈયળ બફાય
તેવું પરિણામ આવે છે,
માણસનું મન માંકડા જેવું છે એમ ઋષિમુનિઓ કહી ગયાં છે, અને આ માંકડા જેવું મન
ચાલાકીથી નુકશાનથી થયેલ ફાયદાઓ ગણાવવા લાગે
છે, વાસ્તવમાં ફાયદો કોઈ જ થયો હોતો નથી, પરંતુ
મેં કર્યું એ ખૂબ સારું અને સમયસર કર્યું છે એ રટણાં
છોડી શકતો નથી,
દીર્ઘદ્રષ્ટિ વાળા મનુષ્યે કોઈ પણ કાર્યની -
શરૂઆત કરતાં પહેલાં એનાં સંભવિત પરિણામો વિષે
વિચારવું જોઈએ, આગળ વધવા માટે એક પગલું
આગળ અને બે પગલાં પાછળ ચાલવાનો કોઈ અર્થ
રહેતો નથી,
નાનકડા ગામમાં એક પૈસાવાળાએ પોતાની
વ્હાલસોઈ દીકરીના લગ્નમાં એટલાં બધાં ત્વરિત પગલાં ભર્યાં કે વાત ના પૂછો, ચાર તો મીઠાઈ બનાવી
હતી, ગરીબ માણસ તો અંજાઈ જાય એવો મોટો
ઠાઠ માઠ, વરરાજા - જાન જમી ને ઉઠી પછી ખયાલ
આવ્યો કે એક મીઠાઈ પીરસવાની રહી ગઈ છે,,,,,
¤ જગદીશ ગજ્જર ¤
#ત્વરિત