તું જાણે છોડ લજામણીનો છોડ,
અડકું ત્યાં સાવ બીડાઈ જાય.
હાથમાં લઇ હાથ ચાલવું કેમ,
સ્પર્શ થાય ત્યાં હાથ છોડાઈ જાય
નજરથી નજર મેળવું પ્રેમથી.
નીરખું જરા નજર બીડાઈ જાય.
પ્રેમમાં છે તાકાત કેટલી જુઓ.
તોફાનમાં પણ બેફામ દોડાઈ જાય,
ખબર નથી એ કદી મળવાની,
છતાંય તસ્વીર અંદર જડાઈ જાય.
પ્રેમમાં રહસ્ય સમજાય કેમ,
હવે હસતા હસતા બહું રડાઇ જાય.