ચાલ ને હજી એકવાર મળી લઈએ,
ફરી પાછી એ જીંદગી ને જીવી લઈએ ,
શાળા કોલેજ ની એ જગ્યા એ
બધાથીછુપાવી ને સરમાયેલી એ નજરો થી
ફરી એક બીજા ને જોઈ લઈએ...
કોરા એ ચોપડા ના પત્તાઓ માં
ચીતરાયેલા તારા અક્ષરો ને શોધી લઈએ...
ચાલ ને હજી એકવાર મળી લઈએ...
કોણ જાણે વિરહ ની આ વાટ માં ફરી પાછા મળીશું કે નહિ,
ફરી એકવાર લોકો ની આંખો થી છુપાઈ ને સન્તા-કુકડી રમી લઈએ...
ચાલ ને ફરી પાછી એ જીંદગી ને જીવી લઈએ...