Gujarati Quote in Story by Dr.Hemaxi Kotadia

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાંક કોનો???

શું કૂદરતે એ કુંમળા ફૂલને તોડી નાખવાની સજા આપી હશે,
પણ શું પ્રભૂ માટે આ સજા તરીકે મ્રુત્યૂ કાફી હશે..???

મંગળવારની રાત હતીને..Labour Room સામાન્ય એવો ભરેલો....ને રાતના અગિયારના ટકોરે, યુવા વયની સ્ત્રી ,સ્ટ્રેચર પર અર્ધ બેહોશ હાલતમાં, પેટ પર ઓપરેશનનો પાટો, બે ય હાથમાં સોઇઓ,ને ઓપરેશન કરી પેટથી આવતા રક્તને નળી વડે બહાર લાવતી એ રક્તથી ભરેલી થેલી...સાથે માંડ સમજી શકે એવો એનો પતિ અને થોડા સરખા જવાબો આપી શકે એવી નણંદ...

એમના આગમનમાં એમની તાત્કાલિક સોનોગ્રાફી કરાવાથી(કે જેથી લોહી કયાંથી આવે છે એ જાણી શકાય) માંડીને લાોહીના ટકા કેટલા છે એ જાણવા માટે રીપોર્ટ લાવવા માટેની દોડા દોડી...ને સાથે જ શરીર માંથી નળી વાટે બહાર આવવા દોડી રહ્યું રક્ત...

પૂછતાછ કરતાં જાણવા મળ્યું કે દોઢ -બે માસનો અનિચ્છનીય ગર્ભ રહી ગયા બાદ, સરકારી માં આવી કાયદાથી ચાલવાને બદલે કોક ભણેલ pharmacist પાસેથી લીધેલી એ M.T.P.kit (Medical termination of pregnancy)ની પાંચેય ગોળીઓ એકી સાથે લીધા ( જે ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય સમયાંતરે લેવાની હોય) પછી પણ ગર્ભનો અમુક ભાગ ગર્ભાશયમાં રહી જતાં કરેલી ગર્ભાશયની કોથળીની સફાઇ ( Dilatation & Evacuation) પછી પણ અસામાન્ય માત્રામાં રક્ત વહી જતાં, પ્રાઇવેટ પ્રેક્ટિસનરને ના છુટકે પેટ ખોલવું પડયું,પેટ ખોલી રક્ત આવતી જગ્યાએ ટાંકા લઇ પેટ બંધ કરયા પછી પણ જયારે રક્તધારે બંધ થવાનું નામ ન લીધું ....ત્યારે જઇ અડધી રાતે સીવિલના દરવાજા ખખડાવા પડયાં...

સીવિલ આવ્યા પછી પણ એક લિટર ઊપર રક્તસ્ત્રાવ વહી ગયા બાદ તાત્કાલીક ફરી પેટ ખોલી સ્ત્રોત શોધવાનો નિર્ણય લેવામાં આવ્યો,રક્ત પ્રવાહનો સ્ત્રોત શોધી ,જરૂરી જગ્યાએ ટાંકા લઇ બંધ કરવામાં આવ્યો, પરંતુ કેમકે બીજી વાર પેટ ખોલવામાં આવી રહ્યું હોય આ ઓપરેશન સંપૂર્ણપણે બેભાન કરીને કરવામાં આવ્યું હોય....ઓપરેશન પહેલા ,ઓપરેશન દરમ્યાન તથા ઓપરેશન બાદ પણ ઘણા બધા લોહી તથા તેના ઘટકો ચડાવવામાં આવ્યા.ઓપરેશન સફળ તો રહ્યું, ઓપરેશન બાદ લોહી આવતું તો બંધ થઇ ગયું...પરંતુ દર્દી બેભાન હાલતમાંથી બહાર આવી ના શકી , તેને કૃત્રિમ શ્ર્વાસ પર જ રાખવી પડી, શરીર માંથી બહાર આવતા રક્તની સાથે પેશાબ પણ બંધ થઇ ગયો.જેને અમારી ભાષામાં "Renal Shut Down" કહેવાય છે, વધુ પડતું રક્ત વહી જવાને કારણે દર્દી "Haemorrhagic Shock" માં જતું રહ્યું, જેને લીધે શરીરનાં અગત્યનાં અંગો જેવા કે મગજ ( બેભાન અવસ્થા ),કિડની (પેશાબ બંધ), ફેફસાં ( કૃત્રિમ શ્ર્વાસની જરૂરીયાત) પર અસર થવા લાગી...

છ દિવસ સુધી કિડની , મગજ ને ફેફસાંએ ફરી પહેલા જેવું કાર્યરત થવા માટે સખત મહેનત કરી પણ કશુંય ટસનું મસ ના થયું..

ટોટલ ચાલીસેક લોહી તથા લોહીના ઘટકો,ભારેથી અતિભારે ઇંજેક્શનો , બે ૫ થી ૬ કલાકના Hemodialysis( કિડની કામ ના કરતી હોય ત્યારે શરીરના માંથી વધારાનો કચરો કાઢવાની પ્રકિયા), ૨૪*૭ ડોકટરો તથા નર્સોના સુપરવિઝન,ને ડોક્ટરોની કડી મહેનત બાદ પણ એ કિડની , મગજ, ફેફસાં અને હ્રદય એકસાથે ધબકી ના શકયાં અને આખરે વિરામ પામ્યા.

તો આંખરે વાંક કોનો!!!


એ કૂમળા છોડનો કે જેણે એ માં ના ઉદરમાં આવવાની ભૂલ કરી???
કે પછી MTP pills શોધનારનો કે જેના ગેર ઊપયોગથી એ માતા પ્રભૂને દ્વારે પહોંચી ????

( સત્યઘટના પર આધારિત)

~ Dr.Hemaxi Kotadia

Gujarati Story by Dr.Hemaxi Kotadia : 111516595
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now