યૌવન પણ જાણે સાગરની લહેરો જેવું છે, દૂરથી શાંત દેખાતુ જેમ જેમ કીનારા ની નજીક આવે તેમ તેમ તેનું તોફાની સ્વરૂપ વધુ સ્પષ્ટ થવા માંડે.. સામે કિનારો પણ એક પ્રેમીકાની માફક ઉછળતા મોજાને સમાવવા આતુરતાથી રાહ જોતો હોય છે.. લહેરોને પણ કિનારા પર આવી પોતાની સર્વસ્વ ઓળખ ન્યોછાવર કરતા એક અનેરો આનંદ મળે છે...ટૂંકમાં જયાં સુધી જીવનમાં તમને એક સાચો કીનારો ના મળે ત્યાં સુધી તમારે ભમવું પડે અને જયારે સાચો કીનારો મળી જાય ત્યારે જાતને પ્રેમથી સોપતા જરા પણ કચવાટ નથી રહેતો..કદાચ આજ પ્રેમની ભાષા છે..
મધદરિયે હું શોધતા તને આમથી આમ ગોથા ખાઉં,
આતુર બની જોવે વાટ તું આજ તને સમાવી જાઉં.
#આતુર