મારી જિંદગી મારી છે તો નિર્ણયો પણ મારા જ હશે. ભૂલ મારી છે તો પ્રતિકાર પણ મારો જ હશે. અને હા, ભૂલ કરી છે તો જરૂરી નથી કે હું એ એક ભૂલ માટે જનમટીપ ની સજા ભોગવું. મારી ભૂલને હું જ સુધારી શકું. તેથી મારે કોઈને પણ સ્પષ્ટતા આપવાની જરૂર નથી. હું માનું છું કે સ્પષ્ટતા એવા લોકોને આપવી જોઈએ કે જે મને અને મારી પરિસ્થિતિને સમજી શકે. બીજા લોકોની નજરમાં મારે સારા કે સાચા નથી બનવું પણ હા, હું મારા પોતાના લોકો અને ખુદ સ્વની નજરમાં સારી અને સાચી હોવ એ મારા માટે અગત્યનું છે. બીજા લોકો શું વિચારશે એ વિચારીને આટલાં વર્ષો બગાડયા પણ હવે નહીં. મારા બગાડેલા વષોૅ તો હું જિંદગી પાસેથી પાછી ના માંગી શકું પણ જિંદગીના આવનારા વર્ષોને તો હું મનભરીને જીવી શકું.... રેશમ 💝