Gujarati Quote in Motivational by Shefali

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલુ વર્ષ 2020માં આવેલા આટલા બધા અવરોધો છતાં પણ આપણે ભારતીયોનું મનોબળ ટકી રહ્યું છે કારણ કે આપણા મૂળિયાં હજી આપણી સંસ્કૃતિ જોડે જોડાયેલા છે. કહે છે ને કે કોઈ પણ સંસ્કૃતિનો નાશ કરવો હોય તો એને એના મૂળથી અલગ કરી દો અને આજ પ્રયાસ આપણી જોડે પણ વિદેશી આક્રમણખોરો દ્વારા વારંવાર કરવામાં આવ્યો. પણ વિશાળ અને ઊંડું જ્ઞાન ધરાવતી આપણી સંસ્કૃતિ ટકી ગઈ, જોકે એ વાત અલગ છે કે આપણે આપણું ઘણું બધું ગુમાવવું પણ પડ્યું છે. ભવિષ્યમાં આવતી વિકટ પરિસ્થિતિનો આપણી ભાવી પેઢી મજબૂતાઈથી સામનો કરી શકે એ માટે એમને આપણા ધર્મ, પરંપરા અને આપણી સંસ્કૃતિનું જ્ઞાન આપવું જરૂરી છે અને આ કાર્ય પરિવારના સભ્યો જ કરી શકે. એને દુનિયાભરની મોજશોખની વસ્તુની જોડે થોડી ધર્મ અને સંસ્કૃતિની સમજ પણ આપવી જેથી કાલે આપણે હોઈએ કે ના હોઈએ એની શ્રદ્ધા અને વિશ્વાસ ટકી રહે અને એ દુનિયાનો સામનો કરવા સક્ષમ બને.
#અવરોધ

Gujarati Motivational by Shefali : 111500893
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now