બે અલગ અલગ કુટુંબના દીકરો અને દીકરી જ્યારે લગ્નના બંધને બંધાયને, બંને એક થઈ દંપતી બને છે ને, ત્યારબાદ બન્ને કુટુંબો વચ્ચે મૈત્રીભર્યા સંસ્કારોનું સંતુલન સ્થપાઈ છે.અને પછી બંને પ્રેમથી જીવતા હોય છે. ધીમે ધીમે સમય પસાર થતાં સંસ્કારોનું અસંતુલન જોવા મળે છે પછી શું સંબંધો બગડે છે. ત્યારબાદ તે છૂટાછેડા સુધી પહોંચે છે. અને પછી, સંસ્કારોના અસંતુલનને કારણે જ આ દંપતિ છુટાછેડા માટે કોર્ટના વકીલો અને અંતે જજ દ્વારા છુટાછેડાનું સંતુલન સંધાય તે માટે બંને કુટુંબપક્ષો દ્વારા છૂટાછેડાની અરજીઓ વકીલો દ્વારા કરવામાં આવે છે, અને બંને પક્ષોને સાંભળ્યા પછી યોગ્ય સબૂતો ના આધારે, જજ એક નિર્ણય સુધી પહોંચીને, જજ છૂટાછેડાનું સંતુલન સાંધી ને, બંને દંપતીઓને છૂટાછેડા આપે છે. પછી શું થાય યાર, પછી ને, પછી બંને શું કરે.? પછી બંને એકબીજાની યાદોમાં સંતુલન સ્થાપતા હોય છે. પછી બંને પોતપોતાની રીતે બંને બાજુએ વિચારતા હોય છે કે મેં થોડું જતું કર્યું હોત તો સારું હતું.ખરેખર જો એકબીજાના શબ્દ ને ભૂલી જઈને, એકબીજાને સમય આપીને, હદય થી હૃદયની લાગણી સમજી ને, મનના વિચારોને જાણીને, બંને એકબીજાને સમય આપે તો જ, અત્યારના સમયમાં લગ્નજીવન સંતુલીત બને. બાકી તો બધા જ સંબંધોમાં "સંતુલન" જ સ્થાપવાનુ છે.
#સંતુલન