કુદરત તારું સંતુલન છે કેટલું અદભૂત!
જન્મમૃત્યુની ગાથા છે તારા જ હાથમાં.
પ્રકૃતિનું સંતુલન તું કેવું અદ્દભૂત જાળવે!
તું ઈચ્છે છે ત્યારે જ રહે છેે સૌ સંગાથમાં.
જ્યારે જ્યારે થયો છે તું ખૂબ કોપાયમાન
ખેલાયો છે સંગ્રામ મહાભારતનો સ્વાર્થમાં.
ગીતાનો ઉપદેશ તું આપે છે માત્ર અર્જુનને
યોગી બની પાર્થ થયો છે લીન પરમાર્થમાં.
#સંતુલન