¤ આસમાની ¤
વર્ષની બધી ઋતુઓ કરતાં ચોમાસાની ઋતુનો આસમાની નજારો વધારે આલ્હાદક હોય છે, પળેપળ બદલાતાં વાદળના રંગો તથા આકારો મનને મોહી લે છે, વિજળીના ચમકારા, વાદળની ગર્જના,, આ બધાં મનભાવન દ્રશ્યો મનને એક નવી જ ઉર્જા પ્રદાન કરે છે, કુદરતના કરિશ્મા નજરો નજર જોવાની ઋતુ એટલે વર્ષા ઋતુ, આ ઋતુના આસમાની દ્રશ્યો કવિ -
લેખકોને પ્રેમ ગીત કે વિરહ ગીત લખવા મજબૂર કરી દે છે, સાથે સાથે ધરતી ઉપર પણ એટલા જ કુદરતની
ક્રૃપાના પ્રમાણ જોવાં મળે છે, જેમકે કશું જ વાવ્યું ના હોય અને જુદી જુદી વનસ્પતિ -- ઘાસ ઉગી નીકળે છે, વધારે ઉંડાણથી વિચારીએ તો વનસ્પતિનું એકાદ પાંદડું પણ ફેક્ટરીમાં બનાવી શકાતું નથી,,.!
¤ જગદીશ ગજ્જર ¤
#આસમાની

Gujarati Motivational by Jagadish K Gajjar Keshavlal BHAGAT : 111497007
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now