ઝાંઝર
મમ્મીએ ખૂબ લાડથી તેને મને આપી,
વ્હાલી મને મારી ઝાંઝરની છમ છમ.
એણે મારા પગની સુંદરતા વધારી,
એ જોઈને નાચી પડી હું છમ છમ.
ઘર આખું તેનાં થકી ઓળખે હાજરી મારી,
કરવા દેકારો ઘરમાં, બોલે તે છમ છમ.
ખુશ થાય પપ્પા રણકાર સાંભળી,
અને ચીડાય ભાઈ સાંભળી છમ છમ.
હોઉં ખૂબ ખુશ ને ઝૂમી ઉઠું મન ખોલી,
વાગી ઉઠે તે પણ મન ખોલીને છમ છમ .
વળી દુઃખમાં મારા રહે તે ચૂપ શાંતિથી,
ત્યારે યાદ આવે છે મને એની છમ છમ.
- ધારા