Quotes by Dhara Barchha in Bitesapp read free

Dhara Barchha

Dhara Barchha

@dharabarchha5098


સ્મૃતિઓ

ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે,
આ સ્મૃતિઓ જ તો છે જેમાં હવે તું જીવે છે.

ભૂતકાળને વર્તમાનમાં ધબકતી રાખે છે,
સ્મૃતિઓ જ છે જેના લીધે માણસ અફસોસ કરે છે.

તારી કહેલી વાતો થકી; તને મારી સમક્ષ કરી દે છે,
સ્મૃતિઓ જ તો તારી હાજરીનો અનુભવ કરાવે છે.

તું હશે આ દુનિયામાં ક્યાંક છતાંય મારી સાથે જ છે,
મારી સ્મૃતિઓમાં આજેય તું મારી સાથે છે અને રહીશ.

Read More

વિવિધ ધર્મો
રહે છે સંગાથે સૌ
નામ ભારત

બહેન!
"ભાવનાબહેન તમે ચિંતા ન કરશો તમારી બિંદુને હું દેરાણી નહીં બહેનની જેમ રાખીશ" પોતાનાં દિયરનું બિંદુ સાથે સગપણ નક્કી થતાં વેવાણને રીમાએ સ્મિતપૂર્વક કહ્યું.
એક વર્ષ પછી
"દીકરી, રીમાને કેમ છે?" ભાવનાબહેને પુછ્યું.
" મમ્મી, તેઓ બસ મારી પંચાત કરવાનું કામ કર્યા કરે છે...." સામે છેડેથી અવાજ આવ્યો.

Read More

મનનું મૌન
પલળી ગ્યો કાગળ
નયન બોલ્યાં

એકલતા
અઢાર વર્ષની ઉંમરમાં દીકરાનું બ્રેકઅપ થયુ હતું ત્યારે માં-બાપ દીકરાને સારી રીતે સાંભળીને જીવનમાં આગળ વધવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા. આ વાત યાદ કરીને રાકેશ પોતાનાં વર્તમાનમાં આવ્યો કે હવે પાંસઠ વર્ષની ઉંમરે એકલાં થઈ ગયેલા પિતાને બ્રેકઅપમાંથી કેમ બહાર લાવે.....

Read More

ઝાંઝર

મમ્મીએ ખૂબ લાડથી તેને મને આપી,
વ્હાલી મને મારી ઝાંઝરની છમ છમ.

એણે મારા પગની સુંદરતા વધારી,
એ જોઈને નાચી પડી હું છમ છમ.

ઘર આખું તેનાં થકી ઓળખે હાજરી મારી,
કરવા દેકારો ઘરમાં, બોલે તે છમ છમ.

ખુશ થાય પપ્પા રણકાર સાંભળી,
અને ચીડાય ભાઈ સાંભળી છમ છમ.

હોઉં ખૂબ ખુશ ને ઝૂમી ઉઠું મન ખોલી,
વાગી ઉઠે તે પણ મન ખોલીને છમ છમ .

વળી દુઃખમાં મારા રહે તે ચૂપ શાંતિથી,
ત્યારે યાદ આવે છે મને એની છમ છમ.

- ધારા

Read More