સત્ય કદી ન સમજાય ગુરુ વિના.
જીવન સફળ ન થાય ગુરુ વિના.
માયા, મમતા સદા જકડનારી છે,
સહજ એ છૂટી ન જાય ગુરુ વિના.
બ્રહ્મા, વિષ્ણુને શિવ સ્વરુપ છે,
કૃપા ઈશની ન પમાય ગુરુ વિના.
દુઃખ સદાય સતાવનારું સંસારમાં,
દ્રષ્ટિ કદી ન બદલાય ગુરુ વિના.
માનવ સ્વરુપે છે એ ઉદ્ધારકને,
સન્મુખ ઈશ ન દેખાય ગુરુ વિના.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.