આડંબરોથી ઘેરાયેલા આપણે,
શંકા-કુશંકા માં સપડાયેલા આપણે,
સ્નેહ લાગણીના બંધનોમાં જકડાયેલા આપણે,
મોહ-પાશ માં બંધાયેલા આપણે,
વાસ્તવિકતાથી કોષો દૂર છીયે.
જીવ ની પરમ વાસ્તવિકતા- જીવન અને મૃત્યુ,
વચ્ચે ઝોલા ખાઇ રહ્યા આપણે જેમાં,
મોહ આપણને જોડે છે,
અહંકાર દોરે છે ( મદ તરફ) ને
જ્ઞાન છે જે આપણને તારે છે.
જીવ ની બીજી વાસ્તવિકતા- કર્મ અને ભક્તિ,
છે જે ' ગીતા'નો સાર, જ્ઞાન નો આધાર,
અમર છે આત્મા ને એની મુક્તિ,
અટલ વાસ્તવિકતા!!! ક્યારે માનશે રે જીવ?!!!
#વાસ્તવિક