એક ભાઈ નો દીકરો મરી ગયો એ ખૂબ રડી રહ્યા હતા લોકો એને શાંત રાખવા નો પ્રયાસ કર્યો પણ એમની હાલત જોય લોકોએ એમને એક વૃધ્ધ પાસે લઈ જવાનું વિચાર્યું જે લોકો ને સલાહ આપતા ત્યાં લઈ ગયા એટલે પેલા ભાઈ ને વૃધ્ધે શાંતિ થી પ્રેમ થી સમજાવ્યું કે આ સંસાર નો નિયમ છે જે જન્મે તે મરણ પામે કોઈ વેલું કોઈ મોડું આટલી જ લેણાદેણી હશે ભગવાન આગળ આપડું શું ચાલે એવું બધું કંઈ એમને શાંત કર્યા થોડા દિવસ થયા ને પેલા વૃધ્ધ ની બકરી મરી ગઈ એતો મોટે મોટે રડવા લાગ્યા પેલા ભાઈ એમની પાસે ગયા અને કહ્યું કે તમે તો મને જીવન ની વાસ્તવિક સમજાવતા હતા કેમ રડો છો પેલા વૃધ્ધ કહે જે મરી ગઈ અે મારી બકરી હતી આ વાસ્તવિકતા છે
#વાસ્તવિક