કાન દિવાલે હો દોર્યો તો જ તે શું સાંભળે હેં ?
છેદ ના છીંડું કશે હો તો ય તે શું સાંભળે હેં ?
મન અવાચક સાવ મુંગુ તો કદી રહેતું નથી ને,
મૌન એ ગણગણ કરી લે તો ય તે શું સાંભળે હેં ?
ભેદ ખોલી નાખનારાથી દૂરી રાખી શકો 'ને,
મસ્તકે રેખા ન ઉકલે તો ય તે શું સાંભળે હેં ?
સાનમાં સમજી જનારાની નજરમાં આવવું ના
ક્યાંક પડછાયો અડે જો તો ય તે શું સાંભળે હેં ?
સાવ ચપટા કોડિયા જેવી સપાટીથી બધું યે
આફડી નીચે પડે જ્યાં તો ય તે શું સાંભળે હેં?
સૌ કહે બ્હેરી દિવાલો હોય છે 'ને તે છતાં પણ
કાન બ્હેરી આ દિવાલો ના ય તે શું સાંભળે હેં ?
--મનોજ શુક્લ.
(૨૬-૬-૨૦૨૦)