મારા તૂટેલા સપનાઓ પર પગ મૂકીને જતી આ દુનિયા, અરમાનોએ કરેલી આત્મહત્યાને કેમ સમજે? વ્યથામાં વંટોળ અને દર્દના ઘૂઘવતા દરિયા હજુ એમને જોયા નથી. હૃદયમાં ફૂટેલા લાવાની આગથી એ લોકો હજુ વાકેફ નથી કે એ જીવનની કેટલી તબાહી કરી શકે છે. યાદોના ખંજર રોજ રાતે આવી દિલને રક્તરંજીત કરી નાખે છે. આંસુના એક એક ટીપાને મેં વેડફી નાખ્યા છે, નથી રુદન રહ્યું તો કઈ રીતે દિલનો ભાળ ઓછો કરું.
મારા કહેતો હતો જેમને એ બધા ઝાંઝવા સમાં નીકળ્યા છે, પથ્થરના બનેલા માણસ પાસે મેં સમજણની હિંન અપેક્ષા રાખી હતી. મેં એ પથ્થરોનો બોજ જીવનભર ઉઠાવ્યો છે. એ પોતાની સારી જગ્યા જોઈને જેતે સમયે ઢળીને ચાલ્યા ગયા છે. ઈચ્છા હતી કે એને કંડારી એક ઉત્તમ શિલ્પનું હું સર્જન કરીશ. પણ મારા ભાગ્યમાં કલા બતાવવાની એ ઘડી નહિ હોય.
ઉજ્જડ બનેલા વનમાં ઘણા માઇકો સુધી ચાલ્યો જાઉં છું, કોઈ દેખાતું નથી, અચાનક ક્યાંકથી મને સિસકારા સંભળાયા, મેં પૂછ્યું કોણ છે આ વિરાન પ્રદેશમાં...? તેને ડુસકા સાથે જવાબ આપ્યો, " મનોજ હું તારું સપનું....?
મનોજ સંતોકી માનસ