હું કેમ લગાડું કોઈ નું એ ખોટું !
દુનિયા ને જોઇએ જ છે સસ્તું ને મોટું.
સારું ને નરવું જીવવું સૌ કોઈને
સાવ નવરા બેસી ને કરે એ કામ
મોબાઇલ નો સુ વાંક છે નિર્જીવ રમકડું એ
કરી આપે માણસ માગે જે કામ
મોઢે બોલ્યા વચનો પાળતા સંદેશા ની રાહ જોવાય
શબ્દો થી ભાવ દર્શાવતા હવે એમાં આળસ
ને Emoji 😁 વપરાય
સંપૂર્ણ વિશ્વાસ નો સબંધ કહેવાય પ્રેમ.
હવે તો last seen માં એ કેટલા સવાલ.
જેનો ગુસ્સો એની જવાબદારી
જેની સમજદારી એનીજ ઈમાનદારી
એનાથી તો એક હતા પરિવાર
હવે તો બધા ને જોઇએ પોતાની ભાગીદારી
શું અને કહી શકાય કે આપણે એક પરિવાર ?
હું કેમ લગાડું કોઈ નું એ ખોટું !
દુનિયા ને જોઇએ જ છે સસ્તું ને મોટું. -Radhey