સ્વપ્ન... આપણે જીવન માં સ્વપ્ન દેખીએ છીએ , એને પૂરું કરવા નો પૂરો પ્રયાસ કરીએ છીએ , પરંતુ સ્વપ્ન પૂરું નાં કરી શકવાની સ્થિતિ માં આપણે તૂટી જઈએ છીએ , વિખેરાઈ જઈએ છીએ અને પછી એનો બધો બોજ આપણે આપણી આવનાર પેઢી ઉપર નાખીએ છીએ , આપણે એવું વિચારીએ છીએ કે જે પોતે નાં કરી શક્યા એ પોતાની સંતાન કરશે , જે પોતે નાં પામી શક્યા તે સંતાન અવશ્ય પામશે પણ એ આપણી ભૂલ છે.. અને આ ભૂલ આપણે કરીએ છીએ સંતાન પ્રકૃતિ અને પરમાત્મા નાં આશીર્વાદ છે,તેની અંદર તેનું પોતાનું અસ્તિત્વ છૂપાયેલું હોય છે ,આપણે માત્ર સંતાન ને જન્મ આપીએ છીએ ,એનુ જીવન આપણું નથી માટે પોતાના સંતાન સાથે રહો, સમય વ્યતીત કરો એને પ્રેમ આપો, ભરપૂર પ્રેરણા આપો એવી પ્રેરણા આપો કે પોતાનું અસ્તિત્વ બનાવી શકે એના પોતાના સપના પુરા કરી શકે નહિ કે આપણા અધૂરા સ્વપ્ન પુરા કરવા ની...એમના અસ્તિત્વ ને નિખારવા દો....