ખોટું
ખોટું બોલવા વાળા વ્યક્તિઓ નો,
ક્યારેય કોઈ વિશ્વાસ નથી કરતા.
એક એટલી ખરાબ છબી ઊભી થાય છે કે,
ભૂલ ભૂલ માં પણ સાચું બોલે તો,
કોઈ એની પર ભરોસો નથી કરતું,
હળાહળ ખોટું બોલતાં વ્યક્તિ થી, બચી ને રહેવું,
એ કોઈ પણ રીતે પકડ માં આવતા નથી,
એની પાસે ગોળ ગોળ વાત ફેરાવી,
છટકવાના હજાર રસ્તા હોય છે,
સારા વ્યક્તિઓ ની પણ છાપ,
ખરાબ કરવામાં એ લોકો નો,
મોટો ફાળો રહેલો છે..