હું હમણાં એક વૃધ્ધા આશ્રમ માં ગયો હતો,ત્યાં માં બાપ ની વ્યથા સાંભળી તે અહીં વર્ણવી છે.
ફોટા ફ્રેમમાં દેવતા ગણે છે.
___________________
ઘણી માનતા માન્યા પછી આ દીકરો મળે છે.
શુું જરૂરીયાત હતી કે પ્રભુ તું દીકરો આવો ધરે છે?
સમય સમય ની વાત છે જ્યારે સમય ફરે છે.
જો બાળપણ માં, માં બાપ મરે તો જ જીવતર ની ખબર પડે છે.
સંપત્તિ નાં ઢગલાં પર બેસી એ ખુદ ને માલિક ગણે છે.
નાની નાજુક બૈરી નાં શરણ માં જ ખુદ ની આખી દુનિયા સમજે છે.
પાંચ વર્ષમાં જ વ્યાજ સાથે એ માં બાપ નું ઋણ ચુકતે કરે છે
લોહી પસીના ને એ ક્યાં હિસાબ માં જ ગણે છે.
ધડકનો વીંધી ને એ બાળ નાં હરેક શ્વાસ ભર્યા છે.
આંસુ ઓનાં હિસાબ પણ હવે ક્યાં યાદ રહયા છે.
હરેક અમારા ઓડકાર નો એની પાસે હિસાબ છે.થાળી ભરી જમાડે છે એનામતે ઉપકાર છે.
આંખ બંધ રાખી શ્વાસ લેજો ,કહે છે તે એવી આ સમય ની માંગ છે.
જીવતે જીવત માં બાપ ને દીકરો તો શ્રાપ ગણે છે.
મર્યા પછી જ એ માં બાપ ને ફોટા ફ્રેમ માં દેવતા ગણે છે.