Gujarati Quote in Motivational by Tr Mrs Snehal Rajan Jani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક સ્ત્રી આખો દિવસ કામ કરીને થાકેલી હોય ત્યારે, પછી એ એક ગૃહિણી હોય કે નોકરી કરતી, રાત્રે એનો પતિ માત્ર એટલું કહે ને તુ થાકી ગઈ હશે આરામ કર, આપણી પથારી હું કરી દઈશ, અને સાથે એક પ્રેમભર્યું આલિંગન, બસ લાગણીથી ભરપૂર આ બે બાબતોની હૂંફ જ એનાં આખા દિવસનો થાક ઉતારી દે છે.
આપણાં સમાજની વ્યવસ્થા જ એવી છે કે ઘરનાં કામ તો સ્ત્રી જ કરે. એક પતિ પોતાની પત્નીને થોડી મદદ કરી લે તો બધા વાત કરવા માંડે છે. આ પણ પત્નીને એક જાતની હૂંફ જ પૂરી પાડે છે.
બીજી માન્યતા એ છે કે નોકરી કરતી સ્ત્રીને તો જલસા જ હોય છે. ન ઘરનાં કામ કરવાનાં હોય, કે ન બીજી જવાબદારીઓ નિભાવવાની હોય. પરંતુ શું આ ખરેખર સાચું છે? નોકરી કરતી સ્ત્રીને સૌથી વધારે હૂંફની જરુર હોય છે. એ નોકરી પણ કરે છે અને ઘરનાં કામ પણ કરે છે. અરે, કલ્પના તો કરી જુઓ કે પોતાના નાનાં બાળકોને ઘરે મૂકીને કામ પર જતી એ સ્ત્રીની મનોવ્યથા શી હશે? અને તે છતાં પણ સાંભળવાનું એને ભાગે જ સહુથી વધારે આવે છે. શું એને હૂંફની જરુર નથી હોતી?
એક સ્ત્રીને યોગ્ય હૂંફ મળી રહે તે માટે આપણી સમાજ વ્યવસ્થામાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. પુરુષ પ્રધાન સમાજને બદલે સહિયારો સમાજ બનાવવાની જરુર છે, જેમાં સ્ત્રી અને પુરુષ બન્ને સાથે એકસરખું વર્તન થાય. સ્ત્રી અને પુરુષ બન્ને નોકરી કરે અને બન્ને સાથે ઘરનાં કામ કરે તો મારુ માનવું છે કે એમની વચ્ચેનાં મનદુઃખનો પણ અંત આવશે અને એકબીજા પ્રત્યે આદર પણ વધશે. સ્વાભાવિક રીતે જ એકબીજાને વધુ હૂંફ પૂરી પાડી શકશે.🙏

#હૂંફ

Gujarati Motivational by Tr Mrs Snehal Rajan Jani : 111486495
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now